Skip to content

Latest commit

 

History

History
149 lines (76 loc) · 23.5 KB

gujarati.md

File metadata and controls

149 lines (76 loc) · 23.5 KB

BBC News ગુજરાતી

IPL 2025 : 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ફટકારી સિઝનની સૌથી ઝડપી સદી, રચ્યો આ ઇતિહાસ

મંગળવાર, 29 એપ્રિલ, 2025 એ 1:52:50 AM વાગ્યે

14 વર્ષની ઉંમરમાં વૈભવ સૂર્વવંશીએ એ કમાલ કરી દેખાડી છે જે ઘણા લોકો તો ધારી પણ ન શકે. તેમણે ન માત્ર આઈપીએલમાં સૌથી નાની વયે સદી ફટકારવાનો રેકૉર્ડ બનાવ્યો પરંતુ સૌથી ઝડપી સદી બનાવનારા ભારતીયનો રેકૉર્ડ પણ પોતાના નામે કર્યો.

કૅનેડાની ચૂંટણી : મતગણતરી શરૂ થઈ, લિબરલ અને કન્ઝર્વેટિવ પાર્ટી વચ્ચે ટક્કર- ન્યૂઝ અપડેટ

મંગળવાર, 29 એપ્રિલ, 2025 એ 2:18:18 AM વાગ્યે

ગુજરાત સમાચાર, અમેરિકાના સમાચાર, ટ્રમ્પના સમાચાર, કેનેડા વિઝાના સમાચાર, ગુજરાતી સમાચાર, અમદાવાદ સમાચાર, બનાસકાંઠાના સમાચાર ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.

ગોંડલ : તાજેતરનો વિવાદ પાટીદાર વિ. ક્ષત્રિયનું સ્વરૂપ ધારણ કરશે, કેમ વકર્યો વિવાદ?

મંગળવાર, 29 એપ્રિલ, 2025 એ 1:11:06 AM વાગ્યે

ગુજરાતના રાજકારણમાં પાછલા કેટલાક દિવસોથી ગોંડલ જાણે કેન્દ્રસ્થાને આવી ગયું છે. મંગળવારે ગોંડલ ખાતે અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ અને મેહુલ બોઘરા સહિતનાં આગેવાનોને 'પડકારી'ને ગોંડલ આવવાની ચીમકી' ઉચ્ચારી હતી.nઆ પડકાર ઝીલીને 27 એપ્રિલે સવારે અલ્પેશ કથીરિયા સહિત જિગીષા પટેલ ગોંડલ પહોંચી ગયાં હતાં. જોકે, આ સ્થિતિને કારણે અલ્પેશ કથીરિયા અને ગણેશ ગોંડલના સમર્થકો સામસામે આવી ગયા હતા.

પહલગામ હુમલોઃ સેનાએ આરોપીઓનાં ઘર તોડી પાડ્યાં, પરિવારોએ શું કહ્યું?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 3:02:47 PM વાગ્યે

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી પોલીસ અને સેનાએ કેટલાક શકમંદોનાં ઘર તોડી પાડ્યાં હોવાનું કહેવાય છે. પરિવારજનોનું કહેવું છે કે શકમંદો સાથે તેમને વર્ષોથી કોઈ સંપર્ક ન હતો. તેઓ ન્યાયની માગ કરે છે.

અમદાવાદ: જ્યારે નીકળે છે દાદી 'જય-વીરુ'ની જોડી, લોકો બોલી ઊઠે છે 'વાહ'

મંગળવાર, 29 એપ્રિલ, 2025 એ 2:51:07 AM વાગ્યે

સામાન્ય રીતે આ ઉંમરે સિનિયર સિટિઝન્સ ઘરમાં રહે છે અને પોતાની રોજબરોજની પ્રવૃત્તિઓ ઘટાડી દે છે, પરંતુ મંદાબહેન અને ઉષાબહેન એમાંથી નથી અને તેમને જોઈને લોકો ચોંકી ઉઠે છે.

અમેરિકન ડૉલર ઘટે તો તમારા પર શું અસર થાય?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 2:18:05 PM વાગ્યે

ટ્રમ્પે સત્તાના સૂત્રો સંભાળ્યા ત્યારે ડૉલર ઇન્ડેક્સમાં અસામાન્ય ઉછાળો આવ્યો હતો, હાલમાં તે ત્રણ વર્ષના તળિયે છે.

ગાંડા બાવળના 'મૂળિયા' ક્યાં છે, કચ્છમાં ગાંડો બાવળ કેવી રીતે આવ્યો?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 4:27:36 PM વાગ્યે

કચ્છમાં ગાંડો બાવળ એક મહત્વપૂર્ણ વૃક્ષ છે કે જે આર્થિક ગતિવિધીઓ પર અસરકર્તા છે. કચ્છના ગાંડો બાવળ સાથે ફાયદો અને નુકસાનના બંને પાસાઓ જોડાયેલા છે. એક વર્ગના મતે ગાંડો બાવળ કલ્પવૃક્ષ છે તો બીજો એવો વર્ગ પણ છે કે જે ગાંડા બાવળને વિષવૃક્ષ માને છે. ગુજરાતી બોલચાલની ભાષામાં જેને ગાંડા બાવળ તરીકે ઓળખીએ છીએ એ વૃક્ષને વૈજ્ઞાનિક ભાષામાં પ્રોસોપિસ જુલિફ્લોરા કહેવામાં છે. રિસર્ચ પેપર્સ, સંશોધકો અનુસાર ગાંડા બાવળના મૂળ મુખ્યત્વે મેક્સિકો અને સાઉથ અમેરિકામાં જડાયેલા છે. વર્ષ 1877માં અંગ્રેજો દ્વારા ગાંડા બાવળને ભારતમાં લાવવામાં આવ્યો હોવાનું સંશોધકો માને છે.

ભારત પાકિસ્તાન સામે સૈન્ય કાર્યવાહી કરશે કે બીજું કોઈ પગલું લેશે?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 9:03:19 AM વાગ્યે

ભારત સરકાર પોતાના પગલાં દ્વારા કોઈ સંદેશ આપવા માગે છે? કેટલાક લોકોના મતે ભારતીય ગુપ્તચર તંત્રની નિષ્ફળતા છે, જેની પાછળનું સત્ય શું છે? શું અનુચ્છેદ 370ને હઠાવવાની સાથે સ્થાનિકોનો સંતોષ જોડાયેલો છે?

વડનગરમાં મળેલા 1000 વર્ષ જૂના કંકાલનું રહસ્ય શું છે અને તેને સાદા મંડપમાં કેમ રખાયું છે?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 7:34:39 AM વાગ્યે

ઐતિહાસિક નગરી વડનગરમાં સરકારી વસાહતના મેદાનમાં એક સાદા મંડપમાં 1000 વર્ષ જૂનું કંકાલ મૂકેલું છે. 2019માં પુરાતત્ત્વ વિભાગને ઉત્ખનન દરમિયાન આ કંકાળ મળી આવ્યું હતું. એવું માનવામાં આવે છે કે, આ કંકાલ કોઈ યોગીનું છે, જેમણે બેઠા બેઠા સમાધિ લીધી હશે.

ચમાર સ્ટુડિયો, જેણે બીફ પર પ્રતિબંધ પછીના સંકટમાં તક શોધી જ્ઞાતિને વિખ્યાત બ્રાન્ડ બનાવી

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 12:36:26 PM વાગ્યે

ભારતમાં ચમાર શબ્દનો ઉપયોગ એક ચોક્કસ જ્ઞાતિ માટે કરવામાં આવે છે. ચર્ચા પછી ઘણા લોકોને આશ્ચર્ય થયું હતું કે આ નામથી બ્રાન્ડ કોણે શરૂ કરી?

ગૌરવ અગ્રવાલ : હૉંગકૉંગની નોકરી છોડી, કોચિંગ છોડીને જાતે તૈયારી કરીને કેવી રીતે કલેક્ટર બન્યા?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 5:21:46 AM વાગ્યે

તમને જણાવીએ યુપીએસસી 2013ની પરીક્ષાના એ ટૉપર વિશે જેઓ આઇઆઇટી, આઇઆઇએમ અને હૉંગકૉંગમાં નોકરી બાદ આઇએએસ બન્યા. 17 વર્ષની ઉંમરે આઇઆઇટીની પ્રવેશપરીક્ષા 45મો રૅન્ક હાંસલ કર્યો. આઇઆઇટી કાનપુરથી નીકળ્યા બાદ આઇઆઇએમ લખનૌમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો. આખરે યુપીએસસીની પરીક્ષા કેવી રીતે પાસ કરી?

કૅનેડામાં મતદાન શરૂ : વડા પ્રધાનની પસંદગી ત્યાં કેવી રીતે થાય છે?

સોમવાર, 28 એપ્રિલ, 2025 એ 3:34:44 PM વાગ્યે

કૅનેડામાં કાયદાકીય રીતે બે ફેડરલ ચૂંટણી વચ્ચે વધુમાં વધુ પાંચ વર્ષનું અંતર હોવું જોઈએ. સત્તાવાર રીતે કૅનેડામાં 20 ઑક્ટોબર 2025એ ચૂંટણી થવાની હતી. પરંતુ, પરિસ્થિતિ કંઈક એવી ઊભી થઈ જેના કારણે અહીં વહેલી ચૂંટણી કરાવાય છે. હવે કૅનેડામાં 28 એપ્રિલે મતદાન થવાનું છે.

પાકિસ્તાન શિમલા કરારમાંથી ખસી જઈને ભારતને કેટલું નુકસાન કરી શકે છે?

રવિવાર, 27 એપ્રિલ, 2025 એ 2:12:02 PM વાગ્યે

પહલગામ ખાતેના ચરમપંથી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ છે. બંને દેશોએ એકબીજા સામે કૂટનીતિક પગલાં લેવાની જાહેરાત કરી છે. ભારત તરફથી સિંધુ જળ સંધિને મોકૂફ કરવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી બાજુ, પાકિસ્તાને 1972ના શિમલા કરારને મોકૂફ કરવાની વાત કહી છે, જેને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.

કૅનેડા : 'ભારતમાં અમારું બધું જ વેચી દીધું છે, ઘરના હપ્તા વધે છે, પાછા જવાનો કોઈ વિકલ્પ નથી'

શનિવાર, 26 એપ્રિલ, 2025 એ 3:04:52 PM વાગ્યે

કૅનેડામાં અત્યારના સમયે સામાન્ય ચૂંટણીનો માહોલ છે. અહીં રહેઠાણની તંગી, બેરોજગારી અને મોઘવારી મુખ્ય મુદ્દા છે. છેલ્લાં થોડાંક વર્ષોમાં અપ્રતિબંધિત ઇમિગ્રેશન નીતિના લીધે વસ્તીમાં થયેલા વધારાને તેનું મુખ્ય કારણ માનવામાં આવે છે. કૅનેડામાં અત્યારના સમયમાં નવા પ્રવાસીઓ સામે વધારે ગંભીર પડકારો છે. જુઓ ભારતીય વિદ્યાર્થીઓ કૅનેડામાં કેવું જીવન જીવે છે.

સિંધુ જળ સંધિ : જળસંકટથી ઘેરાયેલા પાકિસ્તાનને સિંધુનું પાણી નહીં મળે તો મુશ્કેલી થશે?

શનિવાર, 26 એપ્રિલ, 2025 એ 12:47:59 PM વાગ્યે

22 એપ્રિલ, 2025 મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ચરમપંથી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે આકરું વલણ અપનાવીને અટારી-વાઘા સરહદ બંધ કરવી, રાજદ્વારી સ્ટાફ ઘટાડી દેવો તથા વિઝા પર પ્રતિબંધની સાથે છ દાયકા જૂની સિંધુ જળ સંધિનો અમલ સ્થગિત કરી દેવા સહિતની કાર્યવાહી કરી છે.

આંબેડકર જયંતીના દિવસે જ દલિત યુવકો સાથે મારઝૂડ કરીને વીજળીનો કરંટ આપ્યો, તેમની સાથે શું થયું હતું?

રવિવાર, 27 એપ્રિલ, 2025 એ 3:54:05 AM વાગ્યે

પીડિતોનું કહેવું છે કે તેમને બંધક બનાવીને તેમની પાસેથી 43 હજાર રૂ.ની વસૂલી કરાઈ અને તક મળતાં જ તેઓ કોઈ પ્રકારે નીકળીને ભીલવાડા ખાતે પોતાના ઘરે પહોંચ્યા.

ભારત સાથે સિંધુ જળ સંધિ અને હાફિઝ સઈદ વિશે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે શું કહ્યું

શુક્રવાર, 25 એપ્રિલ, 2025 એ 3:54:26 PM વાગ્યે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે બીબીસીને આપેલી એક મુલાકાતમાં કહ્યું છે કે સિંધુ જળ કરાર બાબતે ભારત હવે કોઈ કાર્યવાહી કરશે તો તેને યુદ્ધનું એલાન ગણવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનને પાણીથી વંચિત રાખી શકે નહીં. એ પાકિસ્તાનનો અધિકાર છે.

પહલગામ હુમલો : મોદી સરકારની જમ્મુ-કાશ્મીર નીતિ નિષ્ફળ ગઈ છે?

શુક્રવાર, 25 એપ્રિલ, 2025 એ 10:37:21 AM વાગ્યે

જમ્મુ-કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલો થયા પછી કેન્દ્ર સરકારની જમ્મુ-કાશ્મીર નીતિ સામે પણ સવાલ થઈ રહ્યા છે. જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારનો એક મોટો વાયદો હતો.